તા. ૧૩-૦૩-૨૦૨૧ ના રોજ સવારે ૧૧:૦૦ વાગ્યે ગ્રાન્ડ મર્ક્યુરી (હોટલ સૂર્યા પેલેસ) ખાતે VCCI દ્વારા આયોજીત સમારંભ માં VCCI મોબાઇલ એપ નું ઉદ્યોગો જગતના માંધાતાઓના વરદ હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવ્યું.
સૌ મહાનુભાવો અને અતિથિઓએ પ્રાથના સાથે કાર્યક્રમ ની શરૂઆત કરી.
VCCI ના પ્રમુખ શ્રી એમ. ડી. પટેલે સૌ આમંત્રિત અતિથિઓને સંબોધતા VCCI એપ લોન્ચ વિષે ટૂંક માં માહિતી આપી અને મુખ્ય અતિથિઓનું “ગુડલક પ્લાન્ટ” આપીને સ્વાગત વિધિ સંસ્થાઓના હોદ્દેદારો દ્વારા કરવામાં આવ્યું.
પૂર્ણ કાર્યક્રમ નું સંચાલન VCCI ના ઉપપ્રમુખ શ્રી હિમાંશુભાઈ પટેલે કર્યું.
ત્યારબાદ કાર્યક્રમ ને આગળ વધાવતા VCCI એપ ને મુખ્ય અતિથિઓ દ્વારા ખુલ્લી મૂકવામાં આવી. VCCI એપ વિષે IBP ના શ્રી લવ શાસ્ત્રી એ દરેક પાસાઓને આગળ સમજાવતા એપ નો સરળ ઉપયોગ સમજાવ્યો.
આ સમારંભ માં મુખ્ય અતિથિઓ તરીકે નીચે મુજબના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા અને તેમના મંતવ્યો રજૂ કર્યા
શ્રીમતી હેમલ મહેતા – મેમ્બર MSME નેશનલ અડવાઈઝરી કમિટી, GOVT.OF INDIA
VCCI એપ લોન્ચ કરવા માટે VCCI ને અભિનંદન પાઠવતા શ્રીમતી હેમલ મહેતા એ જણાવ્યુ કે આ એપ દ્વારા મેઇક ઇન વડોદરાની સિદ્ધિ મેળવી શકાશે. પ્રધાનમંત્રી ના પાંચ ટ્રિલિયન ઇકોનોમી ના ટાર્ગેટ માં મદદરૂપ થઈ શકાશે. MSME ના રાષ્ટ્રીય સભ્યના નાતે તેમણે બનતી તમામ મદદ પૂરી પાડવા તૈયારી બતાવી હતી.
ડૉ. દુષ્યંત પટેલ - સી.એમ.ડી. – એસ્ટ્રલ સ્ટેરિટેક પ્રા.લી.,
ટીમ VCCI નો આભાર માનતા તેમણે જણાવ્યુ કે VCCI એપ લોન્ચ કરીને VCCI એ નવો માઈલ સ્ટોન હાંસલ કર્યો છે. VCCI દ્વારા તેમના ઉદ્યોગની પ્રગતિમાં મહત્વનો ફાળો રહ્યો છે. VCCI is committed to cause of MSME sector. નવી જરૂરિયાતોને સ્વીકારો પોતાને અપગ્રેડ કરો અને નવા સંશોધન કરવા એ જ પ્રગતિ છે. VCCI ફેમિલીની બ્રાન્ડ બનાવવી જરૂરી છે આ એપ સૌથી વધુ લોકો સુધી પહોચે તેવો પ્રયત્ન કરવો જોઈએ.
શ્રી ત્રિભોવન કાબ્રા – ચેરમેન - આર.આર.ગ્લોબલ,
VCCI એપ માટે અભિનંદન પાઠવતા તેમણે જણાવ્યુ કે આ એપ નો સૌથી વધારે ઉપયોગ કરી શકાય તેવું ચિંતન થવું જોઈએ. તમારી શક્તિને ઓળખો અને તેને જગાડી મંઝીલ તરફ ના રસ્તે આવતા તમામ અવરોધો ને હર્ષથી સ્વીકારી હિમંતભેર સામનો કરો અને ફતેહ મેળવો. પરિવર્તન ને અપનાવો, પ્રોડક્ટિવિટી માં વધારો કરવા ઓટોમેશન અપનાવો અને ટેક્નોલૉજી અપગ્રેડ કરો. કોઈ પણ લઘુ ઉદ્યોગોને ટેકનિકલ, કોમર્શિયલ અને ફાઇનાન્સિયલ તકલીફ હોય તો તેઓ જરૂરી મદદ કરવા સદા તત્પર રહેશે.
તેમજ VCCI ને V – Victory, C – Challenge, C – I Can, I – Invention ના અર્થ માં કંડારી તેમણે ઉદ્યોગ જગત માટે એક પ્રેરણા આપી.
શ્રી પ્રેમરાજ કશ્યપ - એમ.ડી. – કેવાયબી કોનમેટ પ્રા.લી.,
VCCI એપ લોન્ચ નો નિર્ણય ખૂબ અસરકારક, સમયસરનો અને આજની તાતી જરૂરિયાત પૂરી પાડશે. વીઝન ને જ મીશન બનાવવા માટે ટીમ VCCI ને બિરદાવતા તેમણે જણાવ્યુ કે VCCI એ વટવૃક્ષ ની જેમ છે અને તેની છાયામાં મકરપુરના ઘણા લઘુ ઉદ્યોગો નાને થી મોટા બન્યા છે. ફૂલ્યા ફાલ્યા છે. VCCI હંમેશા ઉદ્યોગકારોને મદદરૂપ થવાની ભાવના રાખી છે. ટીમ VCCI ને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા.
શ્રી વિપુલ રાય - એમ.ડી. – એલમેક્સ ગ્રુપ ઓફ કંપનીઝ,
VCCI સાથે સદાયે જોડાયેલા રહેવાને નાતે આજે અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેવા નો ગર્વ અનુભવતા તેમણે ટીમ VCCI ને VCCI એપ લોંચિંગ માટે અભિનંદન આપ્યા હતા. સ્ટ્રગલ અને સકસેસ માં VCCI સદાયે MSME ની સાથે રહ્યું છે. યુનિટી અને એકાગ્રતા સાથે કામ કરવાથી કેવા સારા પરિણામો મેળવી શકાય છે તે VCCI એ હંમેશા સાબિત કર્યું છે. VCCI ફેમિલી હવે બ્રાન્ડ બની ગઈ છે. તેનો ઉપયોગ કરી આ એપ સૌથી વધુ ઉદ્યોગકારો સુધી પહોચે તેવી વ્યવસ્થા ગોઠવવી જોઈશે.
શ્રી પ્રકાશભાઇ વરમોરા, ચેરમેન - એમેરિટસ વરમોરા ગ્રૂપ, એફ.આઇ.એ.(FIA) પ્રમુખ
ઝડપથી કામ કરો સચોટ કામ કરો અને ટેક્નોલૉજી યુગ માં માનવતા ને જોડવાનો સંદેશો આપતા તેમણે VCCI એપ લોંચિંગ દ્વારા ડિજિટલ પદાર્પણ કરવા માટે ટીમ VCCI ને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા. ઉદ્યોગો માટે હનુમાન કૂદકો મારવાનો સમય આવી ગયો છે અને ઝડપી વિકાસદર હાંસલ કરવા સરકારે ઉદ્યોગોને સહાય કરતી નીતિઓ ઘડવી પડશે.
“જય જવાન – જય કિસાન“ ની સાથે સાથે “જય ઉદ્યોગકાર” નો નવો નારો પણ જગાડવો જોઈએ. વડાપ્રધાન નું સપનું દેશની ઈકોનોમી ને પોણા ત્રણ ટ્રિલિયન થી ૨૦૨૪ માં પાંચ ટ્રિલિયન અને ૨૦૩૦ માં દસ ટ્રિલિયન પહોચાડવાનું છે. તેમાં સહાયરૂપ થવા લીડરશીપ લઈ લક્ષ્ય નક્કી કરો. વિશ્વ ના વિકાસ માં ભારતની ભાગીદારી થી વિશ્વગુરુ બનવાનો સમય પાકી ગયો છે. વિકાસ લક્ષ્ય રાખી વન ટીમ વન મીશન તરફ આગળ વધો.
શ્રી નટુભાઇ પટેલ, ચેરમેન–મેઘમણી ઓર્ગનિક્સ લિ., ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇંડસ્ટ્રી(GCCI) પ્રમુખ
VCCI લોન્ચ માં સહભાગી કરવા માટે VCCI ને અભિનંદન પાઠવતા VCCI ની પ્રગતિ માટે હ્રદય પૂર્વક આશીર્વાદ આપ્યા હતા. નવી ટેક્નોલૉજી સાથેનું MSME નો મૂળ પાયો વડોદરા માં જ છે. કોમ્પુટર ટેક્નોલૉજી, એનરોઈડ મોબાઈલ ટેક્નોલૉજી, ઔધ્યોગિક આટોમેશન ના આ યુગ માં દરેક ઉદ્યોગકારે પોતાને અપગ્રેડ કરવાની તૈયારી રાખવી જોઈએ. VCCI એપ લોન્ચ ની સાથે જ વડોદરા ના ઉદ્યોગો ની પ્રગતિ ઝડપી બનશે.
મધ્ય ગુજરાત ના ૨૭ જેટલા ઔધ્યોગિક સંગઠનો ના પ્રતિનિધિઓ પણ આજના પ્રસંગને દીપાવવા હાજર રહ્યા હતા. VCCI ના પદાધિકારીઓ તથા મેનેજિંગ કમિટીના સભ્યો અને અન્ય આગવા ઉદ્યોગોના પ્રતિનિધિઓ એ ખાસ હાજર રહી આ પ્રસંગ ની શોભા વધારી હતી.
VCCI એપ એ દરેક ઇંડસ્ટ્રીઝ ને માહિતી પૂરી પાડવા માં અને દરેક ઉદ્યોગ ને એકબીજા સાથે સાંકળવામાં મદદરૂપી બની રહેશે. પોતાની કંપની પ્રોડક્ટ વેચાણ માટે તેમજ કાચા માલ સામગ્રી ખરીદ-વેચાણ નું એક અધ્યતન માધ્યમ બની રહેશે. VCCI ના સભ્યો ખુબ જ નજીવા ખર્ચે (૧રૂ. દિવસ દીઠ) પોતાના ઉદ્યોગોની જાહેરાત કરી શકશે. આજના ડિજિટલ યુગ માં હરણફાળ સાથે પોતાના ઉદ્યોગો ના વિકાસ માટે આ એપ એક સીમાચિન્હ બની રહેશે.
કાર્યક્રમના સમાપન માં VCCI ના માનદ્દ મંત્રી શ્રી જગદીશભાઇ ગોહિલે સૌનો આભારવ્યક્ત કર્યો. અંત માં રાષ્ટ્રગીત સાથે કાર્યક્રમ ની પૂર્ણાહુતિ કરી સૌએ સ્વરૂચિ ભોજન લીધું. |